નર્મદા બંધ ના પાંચ દરવાજા આ સીઝન માં પ્રથમ વખત આજે બપોરે ૧૨ વાગ્યે ખોલવામાં આવ્યા.નર્મદા ડેમ ની જળ સપાટી સતત વધી રહી છે

Share This Story

નર્મદા,  આજે નર્મદા બંધ ની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે જ્યારે પાણી ની આવક ૨૩૨૨૦૮ ક્યુસેક,જાવક ૪૯૪૮૭ ક્યુસેક છે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર,ડેમ મહત્તમ સપાટી થી માત્ર ૫.૧૭ મીટર દૂર છે.નર્મદા ડેમ નું રૂલ લેવલ જાળવવા આજે બપોરે ૧૨ કલાકે નર્મદા બંધ ના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી નર્મદા નદી માં તબક્કા વાર ૧૦ હજાર ક્યુસેક થી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી ના કાંઠા વિસ્તાર ના નાંદોદ, તિલકવાડા, વડોદરા અને ભરૂચ ના કાંઠા વિસ્તાર ને સાવધ કરાયું.જોકે આજે નર્મદા ડેમ પર આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદીત થયા હતા.ઘણા પ્રવાસીઓ એ તો પ્રથમવાર નર્મદા ડેમ નો આ નજારો જોઈને ખૂબ જ ખુશ થયા હતા.

Join Channels

Share This Story